November 27th 2007

ગુજરાતનું પહેલું અંદાજપત્ર

તારીખ – 23 – જુન – 1960

સ્થળ – કામચલાઉ વીધાનસભા, અમદાવાદ

મુખ્ય પ્રધાન/ નાણાં પ્રધાન – ડો. જીવરાજ મહેતા

————————————————————

         લાકડીનો ટેકો અને આજુબાજુ બે ડોકટરો સાથે 74 વર્શના મુખ્ય પ્રધાન વીધાનસભામાં પ્રવેશે છે. રોજ તેમના પ્રીય ધોતીયાના સ્થાને પાટલુન પહેરવું પડ્યું છે. સચીવાલયમાં યુવાનને શરમાવે તેવી ધસમસતી ચાલને બદલે તાવથી ધગધગતી અને લથડતી કાયા છે. 45 મીનીટ ભાશણ કરી પહેલું અંદાજપત્ર રજુ કરે છે.

     પાછા વળતાં ચાલવાની હામ નથી.  પત્ની શ્રીમતી હંસાબેન અને ડોક્ટરોના સહારે વીધાનસભાની બહાર રાખેલી વ્હીલચેર સુધી માંડ પહોંચે છે, અને ઢગલો થઇને તેમાં ઢળી પડે છે.

——————————————————————

     આ હતી એ પ્રખર ગાંધીવાદી, સક્ષમ વહીવટકર્તા અને ધ્યેયલક્ષી અને સાધનશુધ્ધીના આગ્રહી વ્યક્તીની કર્તવ્યનીશ્ઠા. આજે એકવીસમી સદીમાં અનેક સુવીધાઓ છે, પણ એ કર્તવ્યનીશ્ઠા ક્યાં?

November 26th 2007

સમાચાર

     આજ તારીખ 26 નવેમ્બર- 2007 થી મને ગમતા, મારા લેખો અહીં નવી જોડણીમાં પ્રસીદ્ધ કરવામાં આવશે.

February 27th 2007

સ્વાગતમ્

    આજે ગુજરાતી બ્લોગરો માટેની આ  સુવિધાની ખબર પડી અને મન મ્હોરી ઊઠ્યું.  નાના બાળકની જેમ સફાળો દોડ્યો અને આ રમકડું હાથમાં લઇ રમવા માંડ્યો !

- સુરેશ જાની

64 વર્ષનું બાળક

February 27th 2007

જિમમાં એક અવલોકન

      આજે જિમમાં ગયો હતો, ત્યાં મારી સામે બેસીને વજન ઊંચકવાની કસરત કરી રહેલા મહાશયના મુખારવિંદ પરના હાવભાવ જોઇ, મને એક ગઝલ યાદ આવી ગઇ.

“નથી કોઇ પણ માર્ગદર્શક અમારો, નથી ક્યાંય પણ કોઇ મંઝિલ અમારી,
મુસીબત ઊઠાવી અમે મોજ ખાતર, અમારી અદાથી સફર કોણ કરશે. ”

- ‘શૂન્ય’ પાલનપુરી

        અને એમ પણ બને કે જ્યારે હું કસરત કરતો હોઉં ત્યારે બીજા કોઇને પણ આવા જ ભાવ પ્રગટે !