ગ્રામ્ય પ્રદેશમાં – એક અવલોકન
શહેરથી થોડેક દુરના પ્રદેશ આગળથી અમે પસાર થઈ રહ્યા હતા. એક રેન્ચમાં ગાયો ચરતી હતી. ત્યાં અડાબીડ ઘાસ ઉગેલું હતું. રેન્ચના પાછળના ભાગમાં, તારની વાડની પાર, માલીકનું સરસ મજાનું કોટેજ હતું. તેના આગળના ભાગમાં બહુ સરસ રીતે કાપેલી અને સાચવેલી લોન પણ દેખાતી હતી. શહેરની ચહલ-પહલથી સાવ અળગું પડી જતું આ દ્રશ્ય હતું.
બે જાતના ઘાસ જોઈ મન વીચારે ચડી ગયું…..
———————————————————–
જે અડાબીડ અને અવ્યવસ્થીત લાગતું હતું; તે ઘાસ કોઈ જીવોને જીવન ગુજારવા કામ લાગતું હતું, તેના થકી કેટલાય લોકોને દુધ પણ મળવાનું જ ને.
જે ઘાસ નયનરમ્ય હતું, તેની આંખો ઠારવા કે એક શણગાર સીવાય કોઈ ઉપયોગીતા ન હતી.
મને થયું – મારી સરખામણી કયા ઘાસ સાથે થઈ શકે?



