ગુજરાતનું પહેલું અંદાજપત્ર
તારીખ – 23 – જુન – 1960
સ્થળ – કામચલાઉ વીધાનસભા, અમદાવાદ
મુખ્ય પ્રધાન/ નાણાં પ્રધાન – ડો. જીવરાજ મહેતા
————————————————————
લાકડીનો ટેકો અને આજુબાજુ બે ડોકટરો સાથે 74 વર્શના મુખ્ય પ્રધાન વીધાનસભામાં પ્રવેશે છે. રોજ તેમના પ્રીય ધોતીયાના સ્થાને પાટલુન પહેરવું પડ્યું છે. સચીવાલયમાં યુવાનને શરમાવે તેવી ધસમસતી ચાલને બદલે તાવથી ધગધગતી અને લથડતી કાયા છે. 45 મીનીટ ભાશણ કરી પહેલું અંદાજપત્ર રજુ કરે છે.
પાછા વળતાં ચાલવાની હામ નથી. પત્ની શ્રીમતી હંસાબેન અને ડોક્ટરોના સહારે વીધાનસભાની બહાર રાખેલી વ્હીલચેર સુધી માંડ પહોંચે છે, અને ઢગલો થઇને તેમાં ઢળી પડે છે.
——————————————————————
આ હતી એ પ્રખર ગાંધીવાદી, સક્ષમ વહીવટકર્તા અને ધ્યેયલક્ષી અને સાધનશુધ્ધીના આગ્રહી વ્યક્તીની કર્તવ્યનીશ્ઠા. આજે એકવીસમી સદીમાં અનેક સુવીધાઓ છે, પણ એ કર્તવ્યનીશ્ઠા ક્યાં?




દાદા,
ડો.જીવરાજ મહેતાના આદર્શો ની તોલે તો ના આવી શકાય પણ એક નાનકડી રમુજ કહુ..
એક શાળામા એક શિક્ષક વિદ્યાર્થીઓને રસદર્શનના સંપુર્ણ અભાવ સાથે ચિલાચાલુ પદ્ધતીથી ભણાવી રહ્યા હતા. રાબેતા મુજબ જ બે-ચાર ને મસ્તી ટીખળ સુજ્યા. ચાલુ કર્યા. શિક્ષકે પણ રાબેતા મુજબ પર્સનાલીટી સંપુર્ણ ભીન્ન ઉપદેશોનો ધોધ વહાવ્યો કે અમે તો અમારા વખતમા વર્ગમા આ રીતે વાણી વિલાસ અને અભદ્ર વર્તણુક કરી જ ના શકતા..નેતરની સોટી ના સટાકા સાથે ભણતા, વળી આમ અને તેમ અને બીજુ ઘણુ બધુ…
એક ટીખળીએ પ્રશ્ન કર્યો.. હે સર/મેડમ તે તમને બધુ જ યાદ રહી જતુ.. સર/મેડમ કહે હા ભઈ.. બધુ જ એકદમ પોપટની જેમ યાદ રહી જતુ…ટીખળી મહા આશ્ચ્રર્ય સાથે ફરી બોલ્યો.. એમ ત્યારે કેટલુ સરસ ભણાવતા હશે તમારા શિક્ષક !!!!!!!!!!!!!!!!!!!
આ તો ભાઈ આવુ છે નિશ્ઠાનુ…
Comment by ભાવના શુક્લ — November 27, 2007 @ 9:18 am