સ્વાગતમ્
આજે ગુજરાતી બ્લોગરો માટેની આ સુવિધાની ખબર પડી અને મન મ્હોરી ઊઠ્યું. નાના બાળકની જેમ સફાળો દોડ્યો અને આ રમકડું હાથમાં લઇ રમવા માંડ્યો !
- સુરેશ જાની
આજે ગુજરાતી બ્લોગરો માટેની આ સુવિધાની ખબર પડી અને મન મ્હોરી ઊઠ્યું. નાના બાળકની જેમ સફાળો દોડ્યો અને આ રમકડું હાથમાં લઇ રમવા માંડ્યો !
- સુરેશ જાની
આજે જિમમાં ગયો હતો, ત્યાં મારી સામે બેસીને વજન ઊંચકવાની કસરત કરી રહેલા મહાશયના મુખારવિંદ પરના હાવભાવ જોઇ, મને એક ગઝલ યાદ આવી ગઇ.
“નથી કોઇ પણ માર્ગદર્શક અમારો, નથી ક્યાંય પણ કોઇ મંઝિલ અમારી,
મુસીબત ઊઠાવી અમે મોજ ખાતર, અમારી અદાથી સફર કોણ કરશે. ”
- ‘શૂન્ય’ પાલનપુરી
અને એમ પણ બને કે જ્યારે હું કસરત કરતો હોઉં ત્યારે બીજા કોઇને પણ આવા જ ભાવ પ્રગટે !